છોડ જોતા જ ખબર પડી જાય કે આ છોડને ક્યાં તત્વની કમી છે 

નાઇટ્રોજન : આ તત્વની કમી હોય તો છોડ ના જૂના પાન પીળા પડે છે, વધારે કમી હોય તો ફૂલ બેસતા નથી, અને ઉત્પાદન ઓછું મળે છે,

# 7

ફોસ્ફોરસ : આ તત્વની કમી હોય તો પણ લીલા રંગના અને નાના રહે છે, અને ધીમે ધીમે જમાલી રંગના થાય છે, અને પાક પણ મોડો પાકે છે,

# 6

પોટાશ : આ તત્વની કમી હોય તો થડ નબળું રહે છે, અને પાદ ની કિનારી સુકાવવા લાગે છે અને છોડની વૃદ્ધિ મંદ પડી જાય છે.

# 5

કેલ્શીયમ : આ તત્વની કમી હોય તો છોડમાં ખોરાક અને પાણી સહેલાઈથી વહી શકતું નથી પરિણામ ટોચના પાન માં ઉણપ દેખાઈ છે,

# 4

મેગ્નેશિયમ : આ તત્વની કમી હોય તો શરૂવાત માં પણ પીળા રંગનું થાય છે, અને વધારે કમી હોય તો પાન લાલ રંગનું થાય જાય છે, 

# 3

સલ્ફર : આ તત્વની કમી થી નવું પાન પીળા રંગનું અને ઉપરની તરફ વળી વાટકા જેવું થઈ જાય છે, વધારે કમી હોય તો છોડ પીળો થઈ જાય છે,

# 2

ઝિંક : આ તત્વની કમી થી નવા પાન નાના અને ઝુમખામાં આવે છે, નસની વચ્ચેનો ભાગ સફેદ અને પીળો થઈ પાન સુકાઈ જાય છે,

# 1